
About us

।। શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ।।
શ્રી નરનારાયણ દેવ એપ મેનેજમેન્ટ ટીમ - (SNND App)
સંતો દ્વારા શ્રી નરનારાયણ દેવ એપ મેનેજમેન્ટ ટીમ તૈયાર કરવામાં આવી અને તેમનું સંચાલન આ SNND App Team દ્વારા કરવામાં આવે છે. આ એપમાં આધુનિક વિજ્ઞાનની ટેકનોલોજી દ્વારા સમાજના જન જન સુધી સ્વામિનારાયણ સંપ્રદાયનું સંપૂર્ણ જ્ઞાન સાથે ભારતીય હિન્દુધર્મના સંસ્કાર અને જ્ઞાન તેમજ માનજીવન ના વિકાસમાં અતિ ઉપયોગી એવી ભારતીય સમાજની સભ્યતા તેમજ સંસ્કારની પરંપરાનો બોધ ઘર બેઠાં કરાવે એવી Android Application લોંચ કરી રહ્યા છીએ. જેમાં આપ સ્વયં જોઇ શકશો.
Features Within The Shree NarNarayaN Dev (SNND) App.
- Blog:~ સુબોધવાર્તાઓ જ્ઞાન સભર લેખન તેમજ સંસ્કાર યુક્ત વિચારો.
- Scriptures:~ સ્વામિનારાયણ સંપ્રદાય તેમજ હિન્દુધર્મના સુપ્રસિધ ધાર્મિક શાસ્ત્રો.
- Live Katha:~ હિન્દુધર્મ તથા સ્વામિનારાયણ સંપ્રદાયની કથાનું લાઇવ પ્રસારણ.
- Mala:~ મંત્રજાપ માટે માળા.
- Yatra:~ ભારતદેશના વિવિધ ધાર્મિક સ્થળો અને સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરની માહિતી સાથે સ્થળોનો પરિચય.
- Satsang News:~ સત્સંગમાં ચાલતી ધાર્મિક અને સામાજીક પ્રવૃતિના સમાચારો.
- Latest Photos,Audios & Videos:~ ઉત્સવ તથા ભગવાનની મૂર્તિના ફોટાઓ વિડીયો અને કથા,કિર્તનનો નો ઓડીયો,વિડીયો જોવા અને સાંભળવાની સુવિધા.
- Calendar (Nirnay):~ ભારતીય વાર્ષિક નિર્ણય-રોજનું વચનામૃત તેમજ ચોગડીયા અને તિથિની સંપૂર્ણ જાણકારી ભગવાન શ્રી સ્વામિનારાયણનું દૈનિક સત્સંગ વિચરણ જે જે દિવસોમાં જ્યાં જ્યાં સત્સંગ વિચરણ કર્યું હોય તેની માહિતી.
- Games:~ ધાર્મિક સત્સંગ પ્રશ્ર્નોત્તરી ધાર્મિક જ્ઞાન સાથે આનંદ આપતી ગેમ.
- Question & Answer:~ બાળકો તથા યુવાનોના મનમાં ઉદ્રભવતા ધાર્મિક પ્રશ્ર્નો તેના ઉત્તર માટે આ એપમાં પ્રશ્ર્નોત્તરની પણ સુવિધા ઉપલબ્ધ છે.
- Satsang Thought:~ વ્યવહારીક અને આધ્યત્મિક જીવનને ઉન્નતિ આપતા સુંદર સુવિચારો.
હજારો વર્ષો પહેલાં આ પૃથ્વીપર જ્યારે મંત્રવિજ્ઞાનના વિકસિત હતું ત્યારે મંત્રસાધનાઓ કરીને મંત્રનો સાક્ષાત્કાર કરીને મંત્ર શક્તિ દ્રારા મનુષ્યો સરલતાથી એક બીજા સુધી પરસ્પર એનેક વિધ શાબ્દિક એને વૈચારીક વ્યવહારનો આપ લે કરતા હતા. પરંતુ હવે જ્યારે યુગ બદલાયો છે, ત્યારે વર્તમાન યુગમાં યંત્રવિજ્ઞનાનો અતિ તેજીથી વિકાસ થઇ રહ્યો છે. આ યંત્ર વિજ્ઞાનના યુગમાં દૂનિયાના કોઇ પણ છેડામાં રહેતા મનુષ્ય સુધી પોતાના વિચારો કે પેતાની આસપાસ ઘટતી ઘટનાઓના સામાચાર પહોંચાડવા માટે સોશિયલ મીડિયા બહું મોટુ અને જડપી સાધન બની ગયું છે તેમાં જેટલું ટીવી મીડીયા દૈનિક વર્તમાન પત્રો તથા માસિક મેગેજીનો સમાચાર પ્રસારણનું ઉત્તમ સાધન છે, ઇન્ટરનેટ પણ તેટલું જડપી સમાચાર પ્રચારક સાધન બની ગયું છે. તેથી સોશિયલ મીડીયા માત્ર કોઇ એક પર્ટીકુલર કાર્યલય સુધી સિમિત રહ્યું નથી, પરંતુ દરેક વ્યકિતના મોબાઇલમાં સુવિધા આપી છે કે વ્યક્તિ જ્યારે ધારે ત્યારે પોતાનાં વિચારો દરેરક વ્યક્તિ સુધી ઇન્ટરનેટના માધ્યમથી પહોંચાડી શકે છે તેમના માટે ઇન્ટરન્ટના માધ્યમથી વિશેષ પ્રકારના સોફટવેર અને એપ્લિકેશન તૈયાર કરવામાં આવે છે, જેમનો ઉપયોગ કરીને આપણા વિચારો તુરંત અન્ય લોકો સુધી પહોંચાડી શકાય.
દૂનિયામાં વિશેષ પણે કરીને સર્વત્ર સોશિયલ મીડીયાનો ઉપયોગ ઘટનાની જાણકારી,પ્રાસંગીક તેમજ તાજા સમાચારો પહોંચાડવા તથા ધંધાકીય જાહેરાતો માટે કરવામાં આવે છે. પરંતુ ધાર્મિક વિચારો આધ્યાત્મિક જ્ઞાન-વિજ્ઞનાનો સંદેશો,નૈતિક વિચારો પહોંચાડવા માટે મીડિયાનો ઉપયોગ શા માટે ન કરવો જોઈએ ?. એવો વિચાર કરીને સંતો દ્વારા શ્રી નરનારાયણ દેવ એપ (SNND App) તૈયાર કરવામાં આવી છે જેના માધ્યમ થી હિન્દુધર્મની અનેકવિધ જાણકારી તેમજ વિશેષપણે કરીને બાળકો તથા યુવાનોના મનમાં ઉદ્રભવતા ધાર્મિક પ્રશ્ર્નો તેના ઉત્તર માટે આ એપમાં પ્રશ્ર્નોત્તરની પણ સુવિધા ઉપલબ્ધ છે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનો સિદ્ધાન્ત તથા ધાર્મિક અને આધ્યાત્મિક સ્થાનોની સંપૂર્ણ માહિતી તેમજ સત્સંગીઓની ધાર્મિક દિનચર્યાનું વૈજ્ઞાનિક કારણ સાથે જાણકારી. વ્યવહારીક અને આધ્યત્મિક જીવનને ઉન્નતિ આપતા સુંદર સુવિચારો તથા ભારતીય ધાર્મિક જ્ઞાન આપતો વિભાગ જેવા અનેક સુંદર સુવિધાથી ભરપુર
Android Application શ્રી નરનારાયણ દેવ એપ (SNND App) તૈયાર કરીને આપની સમક્ષ મુક્તાં અમો ઘણો આનંદ અનુભવીએ છીએ છે.
Click Here To Android Application Download