ચોઘડિયાં - અમૃત

દુનિયાનું સૌથી સારૂ પુસ્તક ખુદ આપણે જ છીએ, પોતાને સમજી લ્યો એટલે બધી જ સમસ્યાનું સમાધાન થઈ જાય.

સ્વામિનારાયણ કક્કો

    આ કક્કો જો આવડી જાય તો જીવન માં કોઈ તકલીફ ન આવે...

  • ક - કંચન, કામિની ને કાયા, એ ત્રણેય સંસારની માયા.
  • ખ - ખાતા, ખરચતાં, ખિજાતા, શક્તિનો વિચાર કરજો.
  • ગ - ગદ્ધો, ગમાર અને ગરજુ, એ ત્રણે સરખા સમજુ.
  • ઘ - ઘર, ઘરેણાં ને ઘરવાળી, એમાં જિંદગી આખી બાળી.
  • ચ - ચોરી ચુગલી અને ચાડી, એ ત્રણેય દુર્ગતિની ખાડી.
  • છ - છોરુંની ભૂલ છાવરશો તો, લોહીના આસું રડશો.
  • જ - જાગ્યો તેનો જશ ગવાશે, ઊંઘ આવી તેને ભવ ભટકાશે.
  • ઝ - ઝાઝું દ્રવ્ય સત્તા ને જુવાની, એ ફેલને માર્ગે લઈ જવાની.
  • ટ - ટોળ, ટપ્પા ને ટીખળ કરે, એ પુણ્ય બાળે ને પાપ ભરે.
  • ઠ - ઠાઠ, ઠઠારો ને ઠકુરાઈ, એમાં અભિમાન ને અક્કડાઈ.
  • ડ - ડાહ્યો જગતમાં એને ગણ્યો, જે સ્વામિનારાયણ નામ ભણ્યો. 
  • ઢ - ઢોલ નગારાં એમ ઉચરે છે, ભજન કરો ભાઈ કાળ ફરે છે.
  • ત - તૃષ્ણાથી તરસતો તાવ, સંતોષની ગોળીથી જાય.
  • થ - થોડું કરો પણ સતત કરો, ભક્તિ માર્ગે ગતિ કરો.
  • દ - દમી, દયાળુ ને દાતા, તે પામે સુખ ને શાતા.
  • ધ - ધર્મ ધ્યાનમાં મગ્ન રહે, એ અક્ષરધામની પદવી લે. 
  • ન - નિયમ , ન્યાય ને નીતિ જેને, મળે સુખની ચાવી તેને.
  • પ - પંચવિષયને તજો તમામ, હરિ ભજી પામો અક્ષરધામ.
  • ફ - ફરી ફરીને ફરવું નથી, ભવસાગર માં પડવું નથી.
  • બ - બાવળ, બોરડી ને બાયડી, એ શસ્ત્ર વગરની શાયડી.
  • ભ - ભગવાન મૂકી ભોગમાં રમે, તે તો લખ ચોરાશી ભમે.
  • મ - મોહ, મમતા ને માયા, એમાં રમે નહિ તે ડાહ્યા.
  • ય - યમ, નિયમને ઉર ધરજો, સદાય પરમ સુખને વરજો .
  • ર - રહેવું ઘરમાં જેમ મહેમાન, નહીં આસક્તિ મમતા માન.
  • લ - લક્ષ્મી, લાડી ને લોભ, એ પરભવ મુકાવે પોક.
  • વ - વિનય, વિવેક, વૈરાગ્ય ધરો, નરનારાયણ દેવ સ્વરૂપમાં પ્રીત કરો. 
  • શ - સાધુગુણ શણગાર ધરે, તેને અક્ષરધામ વરે.
  • સ - સંસાર સાગર ખારો છે, સત્સંગ મીઠો આરો છે.
  • ષ - ષડક્ષરો છે સ્વામિનારાયણ, મહા મંત્ર છે ભવ તારણ.
  • હ - હરિને ભજતાં પાપ ટળે, અંતે અક્ષરધામ મળે.
  • ક્ષ - ક્ષમા શસ્ત્ર જે ધારણ કરે, એને ઇન્દ્રિય વિજય વરે.
  • જ્ઞ - જ્ઞાન એ જ જે વર્તન હોય, નરનારાયણ દેવનું સ્વરૂપ સોય.

Copyright 2023. Shree NarNarayaN Dev App Management Team. All rights reserved. No part of this website or application may be reproduced, distributed, or transmitted in any form or by any means without the prior written permission.