ચોઘડિયાં - શુભ

जब दुःख अपनी चरमसीमा पे हो तो समझ लो कि सुख अपने पास आ ही रहा है

સામાન્ય પથ્થરમાં અને પારસ પથ્થ...

   એક વાર એક વૃદ્ધ સ્ત્રી પોતાની પુત્રવધુ સાથે પ્રધાન પાસે જઈને પ્રધાનને કહ્યું, મારા પુત્રએ વીસ વર્ષ સુધી શાહી ફોજમાં રાજયની સેવા કરી, પણ હવે એ આ દુનિયામાં નથી. અમે બે સ્ત્રીઓ તદ્દન નિરાધાર બની ગઇ છીએ. અમારી પાસે આવક નથી.

   તેમની વાત સાંભળી પ્રધાનએ કહ્યું, તમારા દુ:ખને હું સમજી શકું છું. રાજા દયાળુ છે. એ તમારી મદદ કરશે. હું તમને કહું એમ તમે કરશો તો તમારું કામ થઈ જશે.

બીજા દિવસે દરબાર ભરાયો.

   વૃદ્ધ સ્ત્રી પોતાની પુત્રવધુ સાથે દરબારમાં હાજર થઈ. તેણે કહ્યું, મહારાજ! મારા પુત્રની આ તલવારે અનેક યુદ્ધો જીતાડયા છે. હવે તે હયાત નથી તો આપ આ તલવારને રાજ્ય શસ્ત્રાગારમાં જગ્યા આપો. રાજાએ તલવાર જોઈને કહ્યું, આ કાટ ખાધેલી સાવ જૂની તલવાર રાજ્ય શસ્ત્રાગારમાં કંઈ જ કામની નથી. વળી, રાજાએ તેમના એક સેવકને હુકમ આપ્યો,કે આ તલવાર તેમને પાછી આપી દો. સાથે પાંચ સોનામહોર પણ આપો. રાજાનું એવું વર્તન જોઈને પ્રધાનને નવાઈ લાગી. માત્ર પાંચ સોનામહોર!

   પ્રધાને રાજાને કહ્યું, મહારાજ ! શું એ તલવારનું હું નિરીક્ષણ કરી શકું ? રાજા કહ્યું, હા, પ્રધાન તમે પણ નિરીક્ષણ કરી લો. પ્રધાને તલવાર હાથમાં લીધી અને ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવા લાગ્યાં. ઘડીકમાં આમ ફેરવતો,તો ઘડીકમાં નીચેની બાજુ જોતાં, તો ઘડીકમાં તલવારની મુઠ જોતાં.

રાજાને આ પ્રધાની આ હરકત જોઈ વિચારમાં પડયા. છેવટે ન રહેવાતા પૂછ્યું, શું થયું પ્રધાનજી ?. કંઈ નહીં મહારાજ ! મને વિશ્વાસ હતો કે તલવાર સોનાની બની જશે. હેં, શું કહ્યું… સોનાની?.  મહારાજને પ્રધાનની વાતથી નવાઇ લાગી.

   હા મહારાજ! એક પારસ જે માત્ર એક પથ્થર હોય છે, તેના સ્પર્શથી લોખંડ સોનું બની જાય છે. તો આપના જેવા પરોપકારી મહારાજના હાથનો સ્પર્શ પામ્યા પછી પણ… પ્રધાનને જાણી જોઈને વાકય અધૂરું છોડયું. મહારાજ પ્રધાનની વાતથી બેચેન બની ગયા.

   મહારાજે કહ્યું, ‘જે કહેવું હોય તે સ્પષ્ટ કહો પ્રધાનજી. પ્રધાને કહ્યું, સામાન્ય પથ્થરમાં અને પારસમાં આ જ ભેદ હોય છે. બંને પથ્થર જ છે. પારસના સ્પર્શથી સોનું બને, તો બીજાનો સ્પર્શ ઇજા કરે છે. મહારાજ! મદદ માટે આવેલી આ સ્ત્રીઓ ખુશ થવાને બદલે દુ:ખી થઈ ગઈ.

   મહારાજ,પ્રધાનના કહેવાનો ભાવાર્થ તરત સમજી ગયા. તેમને થોડી શરમ પણ ઊપજી. તેમણે એ જ વખતે હુકમ કર્યો, આ સ્ત્રીને તલવારના વજન બરાબર સોનામહોરો આપવામાં આવે અને તે જીવે ત્યાં સુધી તેમને ખરચા-પાણી આપવામાં આવે. તરત જ હુકમનું પાલન કરવામાં આવ્યું.

   આમ પ્રધાનની ચતુરાઇથી વૃદ્ધ સ્ત્રી અને તેની પુત્રવધુને આજીવિકાનું સાધન કરાવી આપ્યું. બંને સ્ત્રીઓ મહારાજ અને પ્રધાનને આર્શીવાદ આપતી ઘરે ગઈ.


Copyright 2023. Shree NarNarayaN Dev App Management Team. All rights reserved. No part of this website or application may be reproduced, distributed, or transmitted in any form or by any means without the prior written permission.