
આપણે લાઈફમાં આ ચાર રાણીને પરણ્યા છીએ

એક રાજા હતો અને એને ચાર રાણી હતી.
પ્રથમ નંબરની રાણીને રાજા બહુ જ પ્રેમ કરતો અને તેની સંભાળ પણ ખુબ રાખતો.
બીજા નંબરની રાણી બહું રૂપાળી હતી આથી રાજા જ્યારે બહાર જાય ત્યારે આ બીજા નંબરની રાણીને સાથે રાખે જેથી રાજાનો વટ પડે.
ત્રીજા નંબરની રાણી સાથે થોડું ઓછુ બોલવાનું થાય પણ રાજાને જ્યારે કોઇ બાબત પર નિર્ણય લેવાનો હોઇ કે કોઇ મૂંજવણ હોય ત્યારે રાજા આ ત્રીજી રાણી સાથે ચર્ચા કરે અને તેની સલાહ લે.
ચોથી રાણીને તો ભાગ્યે જ મળવાનું થાય અને એ પણ સામેથી રાજા ક્યારેય મળવા ના જાય એ તો જ્યારે રાણી સામેથી રસ્તામાં મળી જાય તો હાલ ચાલ પૂછે.
રાજા જ્યારે મરણ પથારીએ પડ્યો ત્યારે રાજાએ પોતાની બધી રાણીઓ ને પોતાની સાથે આવવા માટે વિનંતિ કરી.
પ્રથમ રાણીએ તો સીધી જ ના પાડી દીધી.
બીજી રાણી તો એથી એક ડગલુ આગળ હતી એણે તો એવુ જ કહ્યુ કે સાથે આવવાની ક્યાં વાત કરો છો હું તો તમારી વિદાય થતા તુરંત જ બીજા લગ્ન કરી લઇશ.
ત્રીજી રાણીએ કહ્યુ કે મારી લાગણીઓ અને પ્રેમ તમારી સાથે છે પણ હું સાથે નહી આવી શકું.
રાજાને ચોથી રાણી પાસેથી તો કોઇ અપેક્ષા હતી જ નહી પણ ચોથી રાણીએ સામેથી કહ્યુ કે તમે મને
ના પાડશો તો પણ હું તમારી સાથે આવીશ જ.
વાર્તાની શીખ
========
મિત્રો, આપણે બધા પણ લાઈફમાં આ ચાર રાણીને પરણ્યા છીએ.
પ્રથમ રાણી તે આપણું શરીર જેને આપણે ખુબ સાચવીએ છીએ અને પ્રેમ કરીએ છીએ.
બીજી રાણી તે આપણી સંપતિ અને પદ જેને બહાર બીજાને દેખાડવામાં આપણે ગૌરવ અનુભવીએ છીએ અને આપણી વિદાયની ક્ષણે જ એ સંપતિ બીજાની થઇ જાય છે.
ત્રીજી રાણી તે આપણો પરિવાર અને ચોથી રાણી તે આપણો આત્મા...!!
આ વાર્તાને લાઈફમાં જરૂર સેટ કરજો...!
જીવન ધન્ય થઇ જશે...!
Click Here to Login into your account for comments.