
અદ્વિતીય કીર્તનની રચના જેની અં...

સ્વામિનારાયણ સંપ્રદાયના અદ્ ભુત કવિત્વ ધરાવતા સંત સદ્ ગુરૂ પ્રેમાનંદ સ્વામીની અદ્વિતીય કીર્તનની રચના જેની અંદર પાંચભાષાનો ઉલ્લેખ છે
મોહન બેન બજાઈ, ગ્રહન જીવન આઈ... ટેક.
(હિન્દુસ્તાની ભાષા)
ગિરધર બંસી સુની કાની, તનકી સુધ બુધ સબ બિસરાની
બરજત માતાપિતા નહિ માની, ઊઠ ચલી બેગાની બેગાની...મોહન 1
(ગુજરાતી ભાષા)
બોન મારા માબાપે મુને વારી, કે છે તું ક્યાં જાય છે કુંવારી?
વન તેડી તરછોડયા મોરારી, શી વલે અમારી અમારી...મોહન 2
(દક્ષિણી ભાષા)
સૈયર કાય સાંગુમી યાતાં, કુઠે ગેલે પાહતા પાહતા
ના જાને કુની જાતા, માંજે સંગ ગાતા સંગ ગાતા...મોહન 3
(કાઠીની ભાષા)
તબ બોલી એક મરમાળી, મહારાજ વાત હાંભલો મારી
આજ હું તો આ દિસે વનમાળી, બહુ લીની કરતાળી કરતાળી...મોહન 4
(રાજસ્થાની ભાષા)
પ્રભુજી મેં તો થાકી દાસી, ઠાકોર હાંસીમાં જીવ જાસી
પ્રેમસખી કંઠ લગાસી, આઈ મિલો વનવાસી વનવાસી...મોહન 5
Click Here to Login into your account for comments.