ચોઘડિયાં - કાળ

જીવનને તમે ચાહતા હો તો સમય ગુમાવશો નહીં,કારણકે જીવન સમયનું બનેલું છે,એક-એક મિનિટનો ભરપુર ઉપયોગ કરી જીવનને અતિસુંદર બનાવો.

About us

।। શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ।।

શ્રી નરનારાયણ દેવ એપ મેનેજમેન્ટ ટીમ - (SNND App)

 સંતો દ્વારા શ્રી નરનારાયણ દેવ એપ મેનેજમેન્ટ ટીમ તૈયાર કરવામાં આવી અને તેમનું સંચાલન આ SNND App Team દ્વારા કરવામાં આવે છે. આ એપમાં આધુનિક વિજ્ઞાનની ટેકનોલોજી દ્વારા સમાજના જન જન સુધી સ્વામિનારાયણ સંપ્રદાયનું સંપૂર્ણ જ્ઞાન સાથે ભારતીય હિન્દ...

Latest in Blog

કોણ...?

હું રિસાયો તમે પણ રિસાયા, |

તો પછી આપણને મનાવશે કોણ ?. ||૧||

 

આજે તિરાડ છે કાલે ખાઈ બની જશે, |

તો પછી તેને ભરશે કોણ ?. ||૨||

 

હું મૌન તમે પણ મૌન, |

તો પછી આ મૌન ને તોડવશે કોણ ?. ||૩||

 

નાની નાની વાતોને દિલથી લગાવી શું, |

તો પછી સંબધ ને નિભાવશે કોણ ?. ||૪||

 

છુટા પડીને હું પણ દુઃખી અને તમે પણ દુઃખી , |

તો પછી વિચારીને ડગલું આગળ વધારશે કોણ ?. ||૫||

 

હું પણ રાજી નહીં ને તમે પણ રાજી નહીં, |

તો પછી માફ કરવાની મોટાઈ દેખાડશે કોણ ?. ||૬||

 

યાદોના ગમમાં ડૂબી જઈશું હું અને તમે, |

તો પછી આપણે ધૈર્ય આપશે કોણ ?. ||૭||

 

એક અહં મારી અંદર  એક તમારી અહં અંદર, |

તો પછી આ અહંને હરાવશે કોણ ?. ||૮||

 

જિંદગી કોને મળી છે હંમેશ માટે, |

તો પછી આ વાતને વાગોળવા માટે અહીં રહેશે કોણ ?. ||૯||

 

આપણા બન્નેનાં મરી ગયા પછી, |

તો પછી આ વાતો ઉપર પસ્તાવો કરશે કોણ ?. ||૧૦||

 

એટલે જ એકબીજાનું માન રાખો.

ભૂલોને ભૂલી જાવ.

ઈગો ને એવોઇડ કરો.

જિંદગી જેટલી બચી છે, એ હસતાં હસતાં પુરી કરો.

 

નમ્ર વિનંતી છે:-  એકવાર નહીં પણ વારંવાર વાંચજો જીવનમાં ઉતારજો.

Satsang NewsCopyright 2019. Shree NarNarayaN Dev App Management Team. All rights reserved. No part of this website or application may be reproduced, distributed, or transmitted in any form or by any means without the prior written permission.